I AM NOT THE BEST, BUT I AM NOT THE REST.

Friday, February 5, 2016

દીકરી ...

દીકરી ...
👉 લગ્ન સમયે બધાનું બધામાં ઘ્યાન હોય છે પણ દીકરીની મનઃસ્થિતિની ખબર કોઈને પડતી નથી.
👉 કંકોત્રીમાં પોતાના નામ પછીના કૌંસમાં લખેલું નામ કદાચ છેલ્લી જ વાર પોતાની આઈડેન્ટીટી બતાવી રહ્યું છે... હવે નામની પાછળ બદલાતું નામ અને બદલાતી અટક સાથે વાતાવરણ પણ બદલાવવાનું છે.
👉 દીકરી કોઈને કશું જ
કહેવા માંગતી નથી. એટલે જ એ સાસરેથી પિયરમાં આવે છે ત્યારે પહેલાં ઘરના પાણીયારા માંથી જાતે ઊભી થઈને સ્ટીલના જૂના ગ્લાસમાં પાણી પીવે છે,
👉 હજુ પણ એને ઘરના કોક ખૂણેથી બાળપણ મળી આવે છે,
હજુપણ એને પપ્પાની આંગળી ઝાલીને ફરવાનું મન થતું હોય છે,
👉 સીડી પ્લેયરના મોટ્ટા અવાજમાં હીંચકા ખાવાનું મન એને આજે પણ થાય છે. પણ, હવે એ દીકરીની સાથે સાથે પત્નિ બની છે.
👉 ગઈકાલ સુધી જે દરેક ઈચ્છાઓ પૂરી કરાવીને જ જંપતી હતી આજે એ ઈચ્છાઓ પર કાબૂ મેળવતા શિખી ગઈ હોય છે કારણ કે દીકરી કોઈને કશું જ કહેવા માંગતી નથી!
👉 સુકાઈ ગયેલા આંસુનું માપ લિટરમાં નથી નીકળતું......!!
👉 પિતા પાસેથી નાની નાની હથેળીઓ પર હાથ મૂકીને નસીબ અજમાવવાના દિવસો 'છૂ' થઈ જાય છે!
👉 પોતાના જ ઘરમાં મહેમાન બનીને આવવાનું જેટલું દીકરી માટે અઘરું છે એટલું જ મહેમાન બનીને આવતી દીકરીને પોતાની સગ્ગી આંખોએ જોવાનું પણ અઘરું છે...
👉 દીકરો ખૂબ થાકીને ઘરે આવ્યો હશે અને ગમ્મે તેટલો મોટો હશે પણ એનો બાપ એને
અડધી રાત્રે ઊઠાડીને કામે મોકલશે... એ જ આશયથી કે દીકરો તો કાલે ફરીથી નિરાંતે ઊંઘી જશે
પણ,
દીકરી ઊંઘતી હશે તો પિતા એને ઉઠાડવાની હિંમત નહીં કરે...! કદાચ આ ઊંઘ ફરી ક્યારેય ન આવે તો?
👉 દીકરો પરણાવતી વખતે બાપ હોય એના કરતાં વધારે જુવાન બની જાય છે...
પણ,
દીકરી પરણાવતી વખતે એ અચાનક જ ઘરડો લાગવા માંડે છે... !!
👉 દીકરીનું લગન એટલે નદીને પાનેતર પહેરાવવાની ક્ષણો...!
👉 દીકરી એટલે ઈશ્વરે આપણને કરેલું કન્યાદાન..
👉 એક લીલા પાન ની અપેક્ષા હોય, પરંતુ આખી વસંત ઘરે આવે એ દીકરી.
👉 દીકરી એટલે માત્ર ઘર માં જ નહિ, હોઠ, હૈયે અને શ્વાસ માં સતત વસેલી વસંત ...
👉 દીકરી એટલે ખિસ્સામાં રાખેલું ચોમાસું ...
👉 દીકરી એટલે ઈશ્વર ના આશિર્વાદ નહિ ,
દીકરી એટલે આશિર્વાદમાં મળેલા ઈશ્વર ...

Wednesday, February 3, 2016

कैसे बनता है कोई extraordinary?


आर्डिनरी को एक्स्ट्राआर्डिनरी बनाना है तो क्या करना होगा ?

आर्डिनरी में एक्स्ट्रा जोड़ना होगा!

अगर एक ordinary student को extraordinary student बनना है तो उसे extra पढ़ाई करनी होगी ।

अगर एक ordinary player को extraordinary player बनना है तो उसे extra practice करनी होगी ।

अगर एक ordinary sales man को extraordinary sales man बनना है तो उसे extra मेहनत करनी होगी ।

Sportsman of the century का खिताब पाने वाले महान मुक्केबाज Muhammad Ali का कहना है –

मैं ट्रैनिंग के हर एक मिनट से नफरत करता था, लेकिन मैंने कहा, हार मत मानो। अभी सह लो और अपनी बाकी की ज़िन्दगी एक चैंपियन की तरह जियो।

तो क्या आज आप अपना extra देने को तैयार हैं, खुद को train करने के लिए तैयार हैं, extra effort करने पर होने वाले pain को सहने के लिए तैयार हैं ताकि आप अपनी बाकी की ज़िन्दगी एक champion की तरह जी सकें ?

याद रखिये extraordinary बनना talent का खेल नहीं है ये मेहनत का खेल है, ये सुबह 5 बजे उठ कर दौड़ने का खेल है ये रात -रात भर जाग कर पढ़ने का खेल है ये गर्मी -जाड़ा-बरसात हर मौसम में बाहर निकल कर customer से मिलने का खेल है।

दरअसल extraordinary बनना Input का खेल है…अगर input extraordinary होता है तो अपने आप ही output extraordinary हो जाता है।और input देना हमारे अपने हाथ में है, ऐसे में अगर हम अपने हाथ ही बाँध लें और किस्मत को दोष दें तो कुछ नहीं हो  सकता। हमें मुट्ठी कसनी होगी, खुद को तैयार करना होगा…हमें किसी भी कीमत पर ईश्वर के दिए इस जीवन को सार्थक बनाना होगा!

Extra कैसे दिया जाए?

हर कोई एक्स्ट्राआर्डिनरी नहीं होता क्योंकि हर कोई एक्स्ट्रा नहीं देता। और हर कोई एक्स्ट्रा इसलिए नहीं देता क्योंकि ऐसा करना आसान नहीं होता! ऐसा करने में बहुत मेहनत और self discipline की ज़रूरत होती है। पर अगर आपको लाइफ में कुछ meaningful हासिल करना है तो आपको अपना एक्स्ट्रा देना ही होगा। अगर आप अभी भी वही करते रहेंगे जो आज तक करते आये हैं तो आपको अभी भी वही मिलता रहेगा जो आज तक मिलता आया है।

Don’t accept it, इसे मंजूर मत करिए…अगर दुनिया में कोई और बड़ा काम कर सकता है तो आप भी कर सकते हैं, अगर कोई और अपने सपने पूरे कर सकता है तो आप भी कर सकते हैं।

ये आपका समय है इसे बेकार की चीजों में बर्वाद मत करिए याद रखिये ये जीवन समय से बना है और समय बर्वाद करने का मतलब जीवन बर्वाद करना है! अपनी आँखें खोलिए और ऐसा तमाम activities जो आपका समय बर्वाद करती हैं उनसे छुटकारा पाइए…घंटो फेसबुक पे बैठना टीवी से चिपके रहना, और बिस्तर में लेटे रहना आपको कुछ नहीं देगा, आपको उठना होगा, जागना होगा और अपने लक्ष्य का पीछा करना होगा…हर रोज…लगातार..जब तक वो मिल ना जाए!

दोस्तों, कुछ दिन पहले किसी ने AKC पे कमेन्ट किया था,

ज़िन्दगी इतनी छोटी है कि घटिया नहीं होनी चाहिए!

मुझे ये बात बहुत सही लगी। सच में  हमारी life को meaningful होना ही चाहिए। और इसे meaningful बनाने बाहर से कोई नहीं आने वाला ये हमारा अपना काम है और इसे हमें ही करना होगा…हमें खुद अपने भाग्य का विधाता बनना होगा ।

ये नए साल की शुरुआत है, भूल जाइए कल क्या हुआ, भूल जाइए की आप एक average student, player या salesman थे। बस इतना याद रखिये की अब तक जो इतना ordinary हुआ बस इसलिए हुआ क्योंकि आपने ऐसा होने दिया पर अब जो होगा वो extraordinary होगा क्योंकि आप अब अपनी लाइफ को एक्स्ट्राआर्डिनरी बनाएंगे ।


अब आप भीड़ का हिस्सा नहीं बनेंगे, अब आप एक mediocre life नहीं accept करेंगे, अब आप decide करेंगे की आपको life में करना क्या है और अपना पूरा focus बस उसी एक चीज को पाने में लगा देंगे। अब हर रोज आप अपने सपनो को  पूरा करने के लिए कुछ extra देंगे। और अपनी मेहनत से इस दुनिया में खुद के लिए एक जगह  बनाएंगे ….ऐसी जगह जिस पर आपको ही नहीं पूरी दुनिया को नाज़ हो ।

Tuesday, February 2, 2016

છોડવા જેવી સાત ટેવથી બનશે મેઘધનુષી જીવન! - Jay Vasavda

માત્ર હાજરી નોંધાવવાના અભિગમથી સાવ ખોટો સમય બગાડી, નાણા ઉડાડી... બીજા અગત્યના અવસરો જતા કરી લગ્ન, મરણ જેવા પ્રસંગોમાં ઉમળકા વિના સાગમટે ઉપડી જઈને આપણે જાતને જ છેતરીએ છીએ

પ્રકૃતિને પરિવર્તન ગમે છે. માણસ એક જ એનું એવું અળવીતરું સંતાન છે જેને લાભ કે ભય વિના કશું બદલવું કે બદલાવવું ગમતું નથી. નવી દુકાનનું જ ઉદ્ધાટન થાય? નવા જીવનનું ઉદ્ધાટન પણ થઈ શકે ને! કરવી છે, શરૃઆત? ધેન બ્રેક ફ્રી! ઉખાડી ફેંકો આટલી જડસુ જૂની વાતોને જીંદગીમાંથી... વધાવો કુશળમંગળને કંકુચોખાથી! હિઅર ઈઝ ધ લિસ્ટ.
(૧) 'અમારો કુળદીપક/કુળદીપિકા ૧૦મા/૧૨મા/ટી.વાય.માં છે, એટલે અમે તો ઘરમાંથી કેબલ કનેક્શન જ કઢાવી નાખ્યું છે.'
આ વાક્યના આયુષ્યનો અંત તો દસ વરસ પહેલા ૨૦૦૫ની સાલમાં વાઈફાઈ નેટ અને સ્માર્ટફોનના ભણકારા સાથે જ આવી ગયો હતો. જુઓ, ચિરંજીવી કુમાર કે કુમારીને ટીવી જોવું ગમતું જ ન હોય (કે પોસાતું ન હોય) તે એક વાત થઈ. બાકી, કેબલ શા માટે ટીવી જ કાઢી નાખો ને! અરે, ઘર જ કાઢી નાખીને ટાપુ ઉપર જતા રહો. ૧૦ ટકા માર્કસ એકાંત તપસ્યાથી વધુ આવશે! વાત આપણે કરીએ છીએ સંતાનોના ભણવાની. ભણવું એટલે શું માર્કશીટ? અભ્યાસ એટલે ગોખણપટ્ટી? જો આપણા બાબાશ્રી કે બેબીશ્રીને ટીવી ક્યારે ચાલુ કરવું અને ક્યારે બંધ કરવું (કે તેમાં શું જોવું?) એ સમજ જાતે ન પડતી હોય તો એ દસમા, બારમા ધોરણમાં નહિ, બાલમંદિરમાં ભણે છે - એમ કહેવાય. નાનકડાં ભૂલકાંઓને આપણે શું ખવાય, શું ન ખવાય... કેમ કપડાં પહેરાય અને કેમ ટોયલેટ જવાય એ શીખવતા નથી? એમને ભરચક્ક ટ્રાફિકમાં વાહન ચલાવવા આપતા નથી? તો પછી ટીવી સિનેમા સાથે કામ પાર પાડવાની સમજદારી કેમ કેળવતા નથી?
કારણ કે, આપણે ખુદ એ તાલીમ મેળવતા નથી. ટીવીનો છેડો ખેંચી લેવાથી શું થશે? મનોરંજન તો હવે મોબાઈલ સુધી પહોંચી ગયું છે. કેટલા કનેક્શન કાપવા જશો? અને જો ટીનએજર યુવક/યુવતીને પોતાના સારાસારના વિવેક માટે જાતે નિર્ણય કરતાં અને સાચી પસંદગી કરતા ન શીખવી શકીએ - તો પછી એ જે માર્કસના સૂંડલા ઉસેડી લાવે એ શિક્ષણની કિંમત જૂતાં પાલિશ કરવાના બ્રશ જેટલીયે ન ગણાય. વળી, ટીવી, ઈન્ટરનેટ કે મિડિયાના અભાવે જે જનરલ નોલેજનો કૂવો નપાણિયો રહેશે તેનું શું?
(૨) ''અમને તો ચાઈનીઝ/પંજાબી/થાઈ/મેક્સિકન/કોન્ટિનેન્ટલ બહુ  ભાવે!''
ભાવે તો ખાવ, પીઓને જલસા કરો. પણ એમાં ગુજરાતી થાળીને શા માટે 'ડાઉનમાર્કેટ' કરો છો? અને ખરેખર ભાવે છે કેમ પછી, દુનિયાને એ ફાવે છે માટે આપણા પેટમાં આ બધું આવે છે? મોટા ભાગે આ બધાં જ ફૂડમાં (સાઉથ ઈન્ડિયનના અપવાદ સિવાય) વાસી પેસ્ટની રેડીમેઈડ ગ્રેવી હોય છે - જેમાં દસ પ્રકારના શાકનો સ્વાદ એક પ્રકારનો જ આવતો હોય છે! ચીનમાં ક્યાંય ફાફડાની લારી છે? ઈટાલીમાં બટાકાવડાનો ખૂમચો છે? સીધેસીધો રોટલો ને માખણ ખાતા વળી ચૂંક આવે છે કે 'ફ્રેન્કી'ના નામે એના ટુકડા ચાવવા પડે. વાત કંઈ વિદેશી સ્વાદના વિરોધની નથી. વાત દેખાદેખીમાં આગવી અને અનોખી 'આઈડેન્ટીટી' સદંતર ગુમાવી દેવાની છે. ગિફ્ટમાં કેડબરી જ કેમ અપાય? ગોળ-ઘીની ચકાચક સુખડીના ચકતાં કેમ નહિ? ચોલકેટ થીકશેઈક ગટગટાવો, પણ થાબડીના ચોસલા ચાવવામાં તે વળી શું બિનજામીનપાત્ર અપરાધ થઈ જાય છે? મકાઈ પણ અમેરિકન હોય તો જ અન્નનળીના સ્નાયુઓ સ્વીકારે? માંડવીના ઓળા ખાવ કે તાજી છાશ પણ પીવો અને મૂડ આવે તો કોલા ડ્રિન્ક જમાવો. પણ એકની પાછળ બીજાને સાવ ભૂલીને ઉતારી ન પાડો!
(૩) ''અમે તો ફિલ્મ બતાવે એવી વોલ્વોમાં જ મુસાફરી કરીએ છીએ''
લકઝરી બસ બરાબર. વોલ્વોમાં ફરો. એ.સી. બસમાં બેસો. પણ આ બસમાં રહેલા ડીવીડી-ટીવી પ્લેયરથી મોટું સામાન્ય બુદ્ધિનું કોઈ જાહેર અપમાન નથી. ફ્લાઈટની માફક મન પડે તો કાનમાં હેડફોન ભરાવી પડદા પર ચાલતા જે-તે પિક્ચરની મજા માણવી હોય તો હજુયે ઠીક છે. દરેક સીટ પર વાંચવા માટે લેમ્પ કે સાંભળવા માટે મ્યુઝિકની સુવિધા મળતી હોય એનાથી રૃડું શું? પણ આ તો ચાર કલાકની મુસાફરીમાં સાડા સત્યાવીસ વખત જોયેલી ફિલ્મ ગમે તેટલી ઘસાયેલી પ્રિન્ટ અને તરડાયેલો અવાજ હોય, તો પણ ટાઈમપાસ કરવા જોવી એટલે જોવી જ! વળી, પાઈરેટેડ પ્રિન્ટ હોય એટલે કાયદાનો સરેઆમ ભંગ! આપણા મુસાફરોને સફરમાં પુસ્તક સાથે બાપે માર્યા વેર હોય છે, એટલે કોઈ બસમાં સીટ પર લાઈટ ચાલુ હોતી નથી. પણ પોતાની મજા માટે બીજાને ત્રાસ આપવામાં એમની ધર્મપરાયણતા અપવિત્ર નથી થતી. એકદમ અલેલટપ્પુ અળસિયાઓ પણ એકની એક ફ્લ્મિો કેટલીવાર જોઈ શકે? એના કરતા તો માળા-તસ્બીના મણકા ગણવા સારા! એકલપંડે થાય નહિ પણ જો હૈયે રામ વસે તો સાગમટે આવા વરવા મનોરંજક તમાશા સામે તત્કાળ અસરથી વિરોધ નોંધાવી એ બંધ કરાવી દિમાગની ખેંચાઈ જતી નસોને લીધે ટૂંકાવાઈ જતું એક-બે વરસનું આયુષ્ય જરૃર બચાવવું.
(૪) ''હલ્લો, તમારા મોબાઈલ પર હું કોણ બોલું છું, ઓળખો જોઈએ?''
બોલે શું? પડો ચૂલામાં! આવી રમત ફિક્સ્ડ લાઈનના ફોન પર થાય એ હજુ ય બરાબર... એમાં તમે ફોન કરો ત્યારે સામી વ્યક્તિ જે-તે ઓરડામાં કે ઓફિસમાં જ છે, એટલું તો નક્કી છે પણ મોબાઈલ ફોન 'મોબાઈલ' માણસો જ વાપરતા હોય છે. તમને મસ્તીનો કરન્ટ ચડયો હોય, ત્યારે તમારો ફોન ઉપાડનાર ટ્રેનના ડબ્બા પર એક હાથે લટકતો હોય એ શક્ય છે. આમ તો, અડધી રાત્રે દરવાજા ખખડાવવાનો અંગત સંબંધ ન હોય, તો હંમેશા સેલફોન પર વિવેકપૂર્વક સામી વ્યક્તિની લાંબી વાત માટેની અનુકૂળતા પૂછી લેવી જોઈએ. એમાંય જો સામી વ્યક્તિ કોઈ ફિલ્મ કે કાર્યક્રમમાં હોય તો તરત જ પછી ફોન કરવાનો ટાઈમ પૂછી (અને એ બરાબર પાળીને) 'કઈ ફિલ્મ? કોણ સાથે છે?' એવા સવાલોની કવ્વાલી લંબાવવાને બદલે તત્કાળ વાત ટૂંકાવી નાખવી જોઈએ. સામાન્ય રીતે બપોરે, વહેલી સવારે અને મોડી રાત્રે નિકટ પરિચય વિના સામાન્ય મુદ્દા માટે ફોન કરવા 'આઉટ ઓફ કર્ટસી' ગણાય છે. એમાં ય ફોન કરનાર પોતાનું નામ પહેલાં બોલે એ તો બેઝિક ફોન મેનર્સ છે. સારુ છે, પેલા ભૂલાઈ ગયેલા કોમેડિયન નવીન પ્રભાકરની સ્ટાઈલમાં ફોનમાંથી કોઈ બે હાથ આંખ પર દબાવી 'પહચાન કૌન?' પૂછતું નથી. પૂછે તો એને એક કરાટે ચોપ મારીને ભોંયભેગો કરવાથી એનું પગના તળિયે પહોંચી ગયેલું ભેજું ફરી યથાસ્થાને એટલે કે મસ્તકમાં ગોઠવાઈ શકશે.
(૫) ''શું થાય? ત્રેવડ નથી, સમય નથી... પણ વ્યાવહારિક કામે તો જવું પડે ને! એમાં આપણું કંઈ થોડું ચાલે? સમાજને માઠું લાગે!''
નામ વ્યાવહારિક કામનું... અને આટલી બધી 'અવ્યાવહારિક' વાસ્તવિકતા? જીવનના ૭૦ ટકા કહેવાતા વ્યાવહારિક કામો એવા હોય છે કે જીવનની સમી સાંજે એનું જમા-ઉધાર તપાસો તો ફૂટી બદામનું ય નફો-નુકસાન ન થયું હોય! આપણે 'વ્યવહાર' અને 'ઔપચારિકતા' વચ્ચેનો તફાવત હજુ સમજ્યા નથી. કોઈએ કશુંક કર્યું હોય અને આપણને ન્યૂટનના નિયમ મુજબ એ એક્શનનું બમણું રિએક્શન આપીએ, તે વ્યવહાર! પણ માત્ર પરંપરા, નિયમ, સામાજીક દબાણ કે પાંચમાં પૂછાવાના હેતુથી જે કરીએ, એ તો છે કેવળ ભાર! હા, ફુરસદના ફડાકા મારતા હો... રૃપિયાના મોજેમોજાં પગ પખાળતા હોય, પરિવારની કે જાત પ્રત્યેની બીજી જવાબદારી જ ન હોય ત્યારે માખીઓ મારો કે વ્યાવહારિક પ્રસંગોમાં હાજરી પુરાવો... જે મન પડે તેમ કરો, પણ માત્ર હાજરી નોંધાવવાના અભિગમથી સાવ ખોટો સમય બગાડી, નાણા ઉડાડી... બીજા અગત્યના અવસરો જતા કરી લગ્ન, મરણ જેવા પ્રસંગોમાં ઉમળકા વિના સાગમટે ઉપડી જઈને આપણે જાતને જ છેતરીએ છીએ. થોડાક સ્પષ્ટવક્તા બની જશું, મક્કમપણે અને કોઈ સ્વાર્થ વિના ખરી સચ્ચાઈથી ના પાડતાં શીખી જઈશું.. તો ધીરે ધીરે એક મજબૂત અને અનુકરણીય છાપ બની જશે. પછી લોકો એ સ્વીકારશે. અને ધારો કે, ન સ્વીકારે... ટીકા કરે.. કટાણું મોં કરી, માઠું લગાડી, મહેણાં મારે... તો વિચારજો કે આવા લોકોના સન્માન ખાતર આપણા જીવનની અમૂલ્ય પળોનો ભોગ દેવાનો? વાતેવાતમાં વાંકું પડી જતું હોય એવા સંબંધોને સીધી રીતે જ ખોઈ નાખવાથી રાહત થશે. ભલું થયું ભાંગી જંજાળ, રમાડો કુટુંબના બાળગોપાળ!
(૬) ''દીકરીની જાત, એટલે પછી થોડીક મર્યાદા રાખવી પડે ને, શું થાય આપણા ખાનદાની સંસ્કાર લાજે''
સંસ્કાર કે માન કે શિસ્તને આદર આપવાની વાતને વળી પુલ્લિંગ અને સ્ત્રીલિંગ વિભાગો હોય? એ તો છોકરા, છોકરી બંનેને સરખા જ લાગુ પડે! શારીરિક દેખાવની ભિન્નતા હોય, બરાબર છે. માનસિક સંવેદનોના આવેગો ક્યાંક જુદા પડે, દેખીતું છે. પણ ખાના, પીના, જીનામાં સ્ત્રી-પુરુષ વચ્ચે કશોય તફાવત નથી. હોવો પણ ન જોઈએ. મૂળ તો આદિકાળથી જ પુરુષપ્રધાન સમાજ સ્ત્રીને ઢોરઢાંખર કે ઘરવખરી જેવી જ મિલ્કત સમજતો રહ્યો છે. સ્ત્રી સામે ચાલીને સમર્પિત થાય, એ એની મરજીની વાત છે અને એને પરાણે ગુલામ બનાવી નજરકેદ રાખવી એ રીતસરનો અત્યાચાર જ છે.
છોકરી છો? બહાર ફરવા જવામાં - ફિલ્મ જોવામાં નિયંત્રણ! અને જે આવારા રખડુઓની બીકે પહેરવા-ઘૂમવા-નાચવા પર આ નિયંત્રણો આવે છે - એ મવાલીઓને શું મળે છે? ખુલ્લી આઝાદી! ગુનેગારને ગોળ, નિર્દોષને ખોળ! છોકરીને રેલ્વે-બેન્ક-મિકેનિકલ કામો ન સમજાવાય, એણે તો મોટા થઈને સાસરે જવાનું છે ને! કેમ? સાસરું શું મંગળના ગ્રહમાં હશે? એક માતા સો શિક્ષકની ગરજ સારે, એમ કહેવું (તો એક પિતા શું સો રાક્ષસની ફરજ નિભાવે?) અને માતાને માત્ર પુસ્તકિયા જ્ઞાાનથી જ ભણાવ્યા કરો, તો એ ભાવિ બાળકનું 'ગણતર'ના 'ચણતર'થી 'ઘડતર' કઈ રીતે કરી શકશે? સ્ત્રી રજઃસ્વાલા થાય છે, માટેસ્તો માતા બની શકે છે, છતાં કફ કે શ્વાસ જેવી જ આ સ્વાભાવિક, પ્રાકૃતિક, વૈજ્ઞાાનિક ક્રિયા અસ્પૃશ્ય કે અપવિત્ર આજે ય ગણાય. અને પાછા આપણે જગદંબાની ભક્તિની વાતો કરીએ! વસ્તુના વ્યાપારીકરણનો વિરોધ કરીએ અને 'છોકરી જોવા' જતો મૂરતિયો નવા મોડલની કારની જેમ ડેમોન્સ્ટ્રેશન લે (માત્ર પરિચય કેળવવો હોય તો ફોન પર થાય, જોવાનું એટલે શરીર, એ ય ઢંકાયેલું જોવાનું સાહેબો!) એ પ્રક્રિયાને આપણે 'કન્યાદાન'ની સોદાબાજીની ગોઠવણ કહીએ!
(૭) ''અરે, ઘેર આવો અત્યારે... જમ્યા વિના/નાસ્તા વિના/ઠંડા વિના જવાતું હશે કંઈ?''
આમ તો આપણે કોઈને સો રૃપિયા પણ ઉધાર આપવાની ઉદારતા રાખતા નથી. ખરેખર પ્રેમ હોય તો એ સામા માણસની લાગણીઓને આદર આપીને, એની ખુશી અને સમયને માન આપીને, એની મરજીને માથે ચડાવીને (પોતાની ઈચ્છાઓના ભોગે પણ) જ સાબિત કે પ્રદર્શિત કરી શકાય. પણ આપણે ત્યાં 'ઘેર ક્યારે આવો છો? જમવા ક્યારે આવો છો? નાસ્તા વિના જવાય જ નહિં ને!'નો જીવલેણ ચેપી વાઈરસ ઘૂમી રહ્યો છે. વધુ ખાવાથી રોગ થાય છે, ઓછું ખાવાથી તો આરોગ્ય સુધરીને રાતી રાયણ જેવું થાય છે! આ તો રીતસરનું ટેરરિઝમ જ છે. જમાનો ટેકનોલોજીકલ પ્રગતિનો અને કોમ્યુનિકેશન ક્રાંતિનો છે. સંપર્કસેતુ માટે તો ફોનની શોધ થઈ છે. પછી ઘેર-દુકાન પર જવાથી જ (એ ય બે-પાંચ-મિનિટ નહિ, કલાકો!) કંઈ હીરા-મોતી ટંકાઈ જાય? ઉત્સાહ હોય એ સામેથી આવે. પરાણે કોઈ ધર્મધુરંધરની જેમ 'પધરામણી' ગમતી વ્યક્તિને અણગમતો સમયનો વેડફાટ જ છે. અને જમવું કે ના જમવું? શું અને કેટલું-ક્યારે ખાવું એ શુદ્ધ વ્યક્તિગત નિર્ણય છે. એમાં માણસને સ્વતંત્ર ન કરો, તો પછી દેશની આઝાદીનો મતલબ શું? માણસને એનું કામ અને એનો આરામ બંનેની ખુલાસા વિનાની પસંદગીનો હક છે. અત્યંત અંગત સંબંધો અને વિના ઘેર બોલાવી ખવડાવવાના ધખારામાંથી મુક્ત કરી - સામા માણસની ક્રિએટિવ સ્પેસને સલામી આપશો, તો વધુ પ્રિયપાત્ર બનશો!
ઝિંગ થિંગ

આપણે લગ્નના ફુલેકાં-જમણવાર પાછળ જેટલું બજેટ ખર્ચાય છે, એટલામાં હનીમૂન માટે નવયુગલ સ્વીત્ઝર્લેન્ડ જઈ આવતું હોત તો!

Monday, February 1, 2016

દિકુ અને જબરી... ... ... !!!

દિકુ... ... ... અને... ... ...  જબરી... ... ... !!! !!! !!!

'એય દિકુ, સુઈ ગયો કે શું?'
'
ના હવે, બોલને જાગુ જ છું.'
'
ઊંઘ નથી આવતી થોડીક વાર વાતો કરને મારી સાથે.'
'
જો યાર, તને ખબર તો છે કે મને ટાઈપ કરવાનો કંટાળો આવે છે. તું કહેતી હોય તો કોલ કરું?'
'
ઓકે ચલ કોલ કર..'
રીંગ વાગતા જ ઊપાડેલો કોલ કલાક સુધી એકબીજાની અને ઘરની, મિત્રોની વાતોમાં પસાર થઈ ગયો. ખબર જ ના રહી કે રાતના એક વાગ્યા.
'
એ જબરી, તું બગાસા ના ખાઈશ હો, નહીંતર હું ફોન મૂકી દઈશ.'
'
ના ના, હું જાગુ જ છું ને. એક કામ કર, આપણે બહુ દિવસોથી સાથે મ્યુઝિક નથી માણ્યું. ચલ હો જાયે. ત્યાંથી કિશોર અને અહીંથી લતા.'
'
વાહ ચલ હો જાયે. પણ ગઝલનો પણ મૂડ છે. તો જે દિલમાંથી નીકળે એ જ...'   ઓકે ડન
અને સીસ્ટમ ઓન કરીને અમારી ફેવરીટ ગઝલ શરૂ કરી, સાથે ધીમા અવાજે લલકારી,
'
કીસી નઝર કો તેરા ઈંતઝાર આજ ભી હૈ'
આહા, એ પૂરી થતાં પહેલાં જ દિકુએ મારી ફેવરિટ શોધીને તૈયાર જ રાખી હતી
'
તુ તુ હૈ વહી, દિલને જીસે અપના કહા'
અને બંને તરફથી ગીત અને ગઝલ વગાડવાનો અને સાથે ગાવાનો સીલસીલો ચાલ્યો.
'
તેરે બીના જીંદગી સે કોઈ શીકવા તો નહીં'
'
તેરે સીવા ના કીસીકા બનુંગા યે વાદા રહા દિલરુબા
'
હમે તુમસે પ્યાર કિતના યે હમ નહી જાનતે'
'
તેરે લીયે હમ હૈ જીયે હોઠો કો સીયે'
'
હાં હંસી બન ગયે હાં નમી બન ગયે
તુમ મેરે આસમાન, મેરી ઝમી બન ગયે....'
'
ઓય....હવે મને રડાવીશ કે શું....!'
'
કેમ? શું થયું? અરે આ મારું ફેવરીટ ગીત છે. જ્યારે જ્યારે તું બહુ જ યાદ આવે ત્યારે આ ગીત સાંભળુ છું. પણ એમાં તને કેમ રડવું આવે? હું સમજી નહી.'
'
છેલ્લા ત્રણ દિવસથી હું પણ સતત આ જ ગીત સાંભળુ છું. ખબર નહી કેમ, પણ બહુ જ સ્પર્શે છે આ ગીત'.
અને હું ગાઈ ઊઠી,
'
મૈં જાન યે વાર દું, હર જીત ભી હાર દું.
કીમત હો કોઈ તુઝે, બેઈંતહા પ્યાર દું...
સારી હદેં મેરી, અબ મૈંને તોડ દી, દેકર મુઝે પતા, આવારગી બન ગયે...'
'
એ જબરી, બસ હવે...પ્લીઝ...તું મને આટલો પ્રેમ શું કામ કરે છે...!?'
'
ખબર નથી, દરેક વાતનું કારણ નથી હોતું. બસ એટલું ખબર છે કે હવે તું છે તો હું છું, આ ખોળીયામાં જીવ પૂરનારો તું છે. તું નહી તો જીવ નીકળી જશે અને રહી જશે એ જ નિષ્પ્રાણ ખોળીયું'
'બ્યાહ કીયા તેરી યાદો સે, ગઠબંધન તેરે વાદો કા... બીન ફેરે હમ તેરે...'
અને બસ હવે તુ અને હું... ... ... દિકુ અને જબરી